પ્રેમરંગ. - 16

  • 2.4k
  • 1
  • 1.3k

પ્રકરણ-૧૬ડૉ. અનંત હવે મોહિનીના રૂમમાં દાખલ થયા. બધાં હવે શું થશે એની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ડૉ. અનંતે મોહિનીને હિપ્નોટાઈઝ કરવાનું શરૂ કર્યું. બધાંની નજર હવે ટીવી પર થઈ રહેલા વીડિયો રેકોર્ડિંગ પર મંડાઈ.ડૉ. અનંતે મોહિનીને કહ્યું, "તમે જણાવ્યું કે, તમારી બહેનનું નામ રેશમ હતું. બરાબર ને?""હા." મોહિનીએ માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો."તો શું તમે તમારી આ બહેન વિશે અમને બધાને જણાવી શકશો? કેવા હતા તમારા અને તમારી બહેન બંનેના સંબંધ? અને ક્યાં છે અત્યારે તમારી બહેન?" ડૉ. અનંતે પૂછ્યું.ડૉ. અનંતનો આ પ્રશ્ન સાંભળીને પ્રેમ કપૂરના કાન તરત જ સરવા થયા. એ ખૂબ જ આતુરતા પૂર્વક મોહિનીના જવાબની રાહ