પ્રેમરંગ. - 14

(12)
  • 2.3k
  • 1
  • 1.3k

પ્રકરણ-૧૪ડૉ. અનંતે આજનું સેશન અહીં જ પૂરું કર્યું અને બહાર આવ્યા. ડૉ. અનંતે બહાર આવીને કહ્યું, "હવે બાકીનું સેશન આપણે આવતીકાલે લઈશું. હવે મોહિનીને વધુ કષ્ટ આપવું યોગ્ય નથી. હવે તમે બધાં શાંતિથી ઘરે જાવ." "રેશમ!" મોહિનીના મુખેથી આ નામ સાંભળતા જ બહાર વિડીયો રેકોર્ડિંગ જોઈ રહેલા પ્રેમ કપૂરના કાન સરવા થઈ ગયા હતા. એમની સ્થિતિ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. એમણે મોહિનીના મુખેથી જે કાંઈ પણ સાંભળ્યું એ સાંભળીને એ ખૂબ જ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા હતા. એમનું બસ ચાલે તો એ અત્યારે ને અત્યારે જ મોહિનીના પિતાનું ખૂન કરી નાખે એટલો ગુસ્સો