પ્રકરણ-૧૩અંતે એ દિવસ આવી જ પહોંચ્યો જેની બધાં ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બીજા દિવસે ફરી એકવાર ડૉ. અનંત મોહિનીની સારવારમાં લાગી ગયા. ડૉ. અનંત બોલ્યા, "મોહિની! ભૂતકાળની ઘટનાઓને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમારા માતા પિતા અને તમારી બહેનને યાદ કરો. કયાં છે એ લોકો? શું કરી રહ્યા છે એ લોકો?" મોહિની હવે ફરી એકવાર ભૂતકાળની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. એ બોલી, "હું અને મારી બહેન અમે બંને ઘરની બહાર આંગણાંમાં રમી રહ્યાં હતાં. અને અમને બંને બહેનોને ખૂબ મજા પણ પડી રહી હતી. પછી રમતા રમતા અચાનક મારી બહેનને તરસ લાગી એટલે એ પાણી પીવા ગઈ. એ