પ્રેમરંગ. - 9

(11)
  • 2.4k
  • 1
  • 1.2k

પ્રકરણ-૯ પ્રેમ કપૂરએ પોતાની ડાયરી બંધ કરી. એ હવે વિચારોમાં ગૂંચવાયા. એમનું મન અનેક પ્રશ્નોથી ભરેલું હતું અને એ પણ એવા પ્રશ્નો કે, જેના કોઈ જ ઉત્તર એમને ક્યાંયથી મળી રહ્યાં નહોતા. એ મનોમન વિચારી રહ્યા, 'રેશમ અને હું કોલેજમાં સાથે ભણતાં હતાં. અને મોહિની અને આદિલ કુમાર પણ કોલેજમાં સાથે હતા. એટલે એના પરથી એટલું તો સાબિત થાય જ છે કે, રેશમ અને મોહિની બંને એક તો નથી જ. પણ એ બંને વચ્ચે શું સંબંધ છે? બંને વચ્ચે સામ્યતા માત્ર એટલી જ છે કે, બંને પોતાના પરિવાર વિષે વાત કરવા માંગતી નથી. કેટલાંક પરિવારો એવા પણ હોય છે કે