પ્રેમરંગ. - 8

  • 2.5k
  • 1.4k

પ્રકરણ-૮ આદિલ કુમાર ડૉક્ટરની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને બંને ડૉક્ટરની કેબિનમાં દાખલ થયા. "શું વાત છે ડૉક્ટર? મને અચાનક ડર લાગવા માંડ્યો છે. તમે આવી રીતે અચાનક અહીં બોલાવ્યો એટલે હું એટલું તો સમજી જ ગયો છું કે, બધું બરાબર નથી. શું તકલીફ છે મોહિનીને?" હા, તમે બિલકુલ બરાબર જ સમજયા છો. મોહિનીની સ્થિતિ સામાન્ય નથી. ગંભીર છે." ડૉક્ટરે જવાબ આપતાં કહ્યું. "એટલે તમે કહેવા શું માંગો છો ડૉક્ટર સાહેબ? મોહિનીને કંઈ થઈ તો નહીં જાય ને?" આદિલ કુમાર ડૉક્ટરની વાત સાંભળીને ખૂબ ગભરાઈ ગયા. આજે પહેલી વાર એમને એહસાસ થયો કે, મોહિનીનું એમની જિંદગીમાં શું મહત્વ છે? શું