પ્રેમરંગ. - 4

  • 3.4k
  • 2
  • 1.7k

પ્રકરણ-૪ પ્રેમ કપૂર ફરી એક વખત પોતાના ભૂતકાળની સફરમાં ચાલ્યા ગયા હતા. માતા પિતાના પ્રેમ અને એમના સમયને પામવા માટે તરસતો નાનકડો પ્રેમ હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. સમયની સાથે સાથે પ્રેમની ડાયરીના પાનાઓ પરનું લખાણ પણ આગળ વધી રહ્યું હતું. પ્રેમ એ હવે પોતાના જીવનની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. એ હવે સમજી ગયો હતો કે, મારા માતા પિતા મને ક્યારેય સમય આપી શકશે નહીં. અને પોતાના આ જીવનથી એ ખુશ તો નહોતો પણ હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરતો. એના માટે હવે એની ડાયરી જ જીવન હતી. એ હવે હંમેશા માટે પોતાની કાલ્પનિક દુનિયામાં ખુશ રહેતા શીખી ગયો