આપણાં મહાનુભાવો - ભાગ 26 - મહર્ષિ કપિલ

  • 4k
  • 1
  • 1.4k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ:- 26 મહર્ષિ કપિલ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતના સંતો અને ઋષિમુનિઓ માત્ર વેદ જ નહીં પરંતુ વિજ્ઞાનનાં પણ જાણકાર હતાં. કેટલાંક ઈજનેરી ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતાં હતાં તો કેટલાંક તબીબી ક્ષેત્રે. અન્ય ઘણી બધી શાખાઓ એવી છે કે જેમાં તેઓ સૌ માહિર હતાં. એવા જ એક શ્રી મહર્ષિ કપિલ વિશે આજે જોઈશું. મહર્ષિ કપિલને મનુના વંશજ માનવામાં આવે છે. કહેવાય છે કે ભારત અને વિશ્વને વિશ્વની રચનાનું રહસ્ય સૌ પ્રથમ વખત બતાવનાર મહર્ષિ કપિલ જ હતા. કપિલ (સંસ્કૃત: कपिल), એ ઋષિ કર્દમ અને દેવભૂતિના 10મા સંતાન હતા. વેદ મુજબ, કર્દમને ભગવાન નારાયણ દ્વારા વરદાન આપવામાં આવ્યું