પ્રેમરંગ - 2

(15)
  • 3.1k
  • 1
  • 1.8k

પ્રકરણ-૨ પ્રેમકપૂર પોતાના ભૂતકાળમાં સરી પડયા. "પ્રેમ! બેટા. હું કીટીપાર્ટી માં જાવ છું." પ્રેમની મા એ પોતાના દસ વર્ષના દીકરાને કહ્યું, "તારે બીજું કોઈ જોઈતું હોય તો કહે. હું આવીશ ત્યારે લેતી આવીશ." "જોઈએ તો મારે તારો સમય છે મમ્મી. પણ એ તો તું મને આપી શકવાની નથી પછી શું કામ નાહકના પ્રશ્નો પૂછે છે?" પ્રેમ મનમાં જ બોલ્યો. "તે મારાં પ્રશ્નનો જવાબ ન આપ્યો?" પ્રેમની મમ્મીએ સામેથી પ્રત્યુત્તર ન મળતાં ફરીથી પૂછ્યું. મમ્મીનો પ્રશ્ન સાંભળી પ્રેમની વિચારધારા તૂટી અને બોલ્યો, "ના, મમ્મી! મારે કંઈ નથી જોઈતું." અને પછી સ્વગત જ બોલ્યો, 'અને આમ પણ મને જે જોઈએ છે એ