૪. શમણાંને છે ઇન્તજાર..! ફોનમાં મેસેજનો ટોન વાગ્યો. "અત્યારે એ ફોન તો નહીં જ કરે..! કરેય, કાંઈ કહેવાય નહીં." વિચારોનાં તુક્કા ચાલતા રહ્યા અને પલંગ પર જઈને ફોન ચેક કર્યો. મેસેજ હતો, "સાંજે મોડા ફોન કરીશ. હજુ ઘરમાં મહેમાન રોકાયા છે." વાંચીને નમ્રતાએ 'સારું' નો જવાબ મોકલી દીધો. "આમેય અત્યારે વાત કરવાનું મનતો થાય છે. પણ, કામ પણ ઘણું છે. મમ્મીને મદદ કરવાની છે" એમ વિચારતી વિચારતી મમ્મી પાસે પહોંચી ગઈ. નાના-મોટા કામ પણ પતાવી દીધા. રસોઈ તો બનાવવાની નહોતી. "હવે એ લોકો ઘરે પણ પહોંચી ગયા હશે..!" મમ્મીની જાણી જોઈને બોલાયેલા વાક્યનાં જવાબમાં નમ્રતાએ કહ્યું, "પહોંચ્યા જ હશે. એમનું