પદમાર્જુન - (ભાગ -૮)

  • 3.3k
  • 1
  • 1.5k

શ્લોક ઉઠીને સીધો જ પદ્મિનીને શોધવા લાગ્યો.તે આખો આશ્રમ ફરી વળ્યો પરંતુ તેને ક્યાંય પણ પદ્મિની દેખાઈ નહીં. તેણે મેઘાને પણ પૂછ્યું પરંતુ મેઘાએ પણ આજે સવારથી તેને જોઇ નહોતી.તેથી શ્લોકે શારદાદેવીને પૂછવાનું વિચાર્યું પણ તેઓ પોતાના કાર્યમાં વ્યસ્ત રહ્યાં તેથી સાંજ સુધી તે શારદાદેવીને પણ પદ્મિની વિશે કંઇ પૂછી ન શક્યો.શારદાદેવીનું કાર્ય પૂરું થયું ત્યાર બાદ શ્લોકને બધી સ્ત્રીઓને સુરક્ષિત નગરમાં પહોંચાડવા જવું પડ્યું. માટે સવારનો અધીરો બનેલો શ્લોક નગરમાંથી આવીને સીધો શારદાદેવી પાસે ગયો.“માતા, તમે પદ્મિનીને જોઈ?હું આજ સવારનો તેને શોધું છું પણ એ મને ક્યાંય ન દેખાણી.”શ્લોકે પૂછ્યું.શારદાદેવીએ શ્લોકને પોતાની પાસે બેસાડ્યો અને પદ્મિની અને તેઓની વચ્ચે