સાચી વસંત

  • 3k
  • 1
  • 1.2k

"એક લીલા પાન ની જરૂર હોય અને આખી વસંત લઇ ને આવે એનું નામ દીકરી"...ખરેખર દીકરી એટલે એક માં ની સાચી મિત્ર,અને પપ્પા માટે તો બીજી માં.... કીર્તિ અને શ્રુતિ બંને સગી બહેનો ,સુધા બેન અને સુધીર ભાઈ ની લાડકી દીકરીઓ..દીકરો ના હોવાનો રંજ સુધાબેન ને ક્યારેક થતો,પણ સુધીર ભાઈ ને બિલકુલ નહીં.... નાનપણ થી જ બંને બહેનો ભણવામાં હોંશિયાર...કીર્તિ મોટી થોડી શરમાળ અને ઓછાબોલી ,જ્યારે શ્રુતિ નાની એટલે થોડી વાચાળ અને જબરી પણ ખરી.. .સુધીર ભાઈ બંને ને દરેક પ્રવૃત્તિ કરાવે...આમ શ્રુતિ બેડમિન્ટન માં ખૂબ હોશિયાર ,અને કીર્તિ ને પેન્ટીંગ ગમે રંગ સાથે એ એટલી સરસ