મારા મનની દુનિયા માં એક સરકારી વિલ ચેર પર ભૂખ થી પીડાતા એક ભીખારી એ ઈશ્વર ને એક કાગળ લખે છે.. એની વેદનાને વ્યક્ત કરી ને સરમાનું માંડે છે....પ્રતિ શ્રી ભગવાન,જ્યાં રહેતા હોય ત્યાં,(કદાચ મંદિર માં)ગામ ખબર નથી.તાલુકો ખબર નથી.જીલ્લો પણ ખબર નથી.નમસ્તે ભગવાન,હું એક ભીખારી વાત કરું છું.આપના ભવ્ય અને વિશાળ મંદિર ની દીવાલ ની પાછળ જ મારી નાનકડી એવી ઝૂંપડી છે. હું ત્યાં રહું છું. અને આજ આપને કાગળ લખું છું એનું માત્ર કારણ મારી ભૂખ છે. એ પૈસા ની હોય તો’ય ભલે અને પેટ ની હોય તો પણ ખરી...! આજ મારી વેદના ને હું આપની સમક્ષ રજૂ