ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-51

(52)
  • 3.5k
  • 2
  • 1.9k

( જાનકીવીલામાં શિનાની મમ્મી અને કિઆરાની નાની શાંતિપ્રિયાબેનનું આગમન થયું,જે જાનકીદેવીને ના ગમ્યું.જાનકીદેવીએ કિઆરાને એલ્વિસ અને તેના પ્રેમસંબંધ માટે ખૂબજ ખરીખોટી સંભળાવી.જે શાંતિપ્રિયાબેન સાંભળી ગયાં.અહીં રડતી રડતી કિઆરા એલ્વિસ પાસે ગઇ.તે અને વિન્સેન્ટ તેને આમ રડતા જોઇને ચિંતામાં આવી ગયાં.) કિઆરા અને એલ્વિસ સ્વિમિંગપૂલમાં એકબીજાને ગળે લાગેલા હતાં.કિઆરા રડી રહી હતી.એલ્વિસના હાથ કિઆરાની પીઠ પર ફરી રહ્યા હતાં.બરાબર તે જ સમયે વિન્સેન્ટ ત્યાં દોડીને આવ્યો પણ કિઆરા અને એલ્વિસને આમ ગળે લાગેલા જોઇને તે થોડો ખચકાયો. "સોરી,હું થોડીક વાર પછી આવું."આટલું કહીને વિન્સેન્ટ બહાર જતો હતો.કિઆરાને ધ્યાન જતા તે એલ્વિસથી અળગી થઇ અને બોલી,"વિન્સેન્ટ,ઊભા રહો." કિઆરા સ્વિમિંગપૂલમાંથી બહાર નીકળી અને