લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-2

(52)
  • 6.6k
  • 1
  • 3k

લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-2 “ક્લિક....ક્લિક....!” સિદ્ધાર્થના બાઈક ઉપર બેઠાં -બેઠાં નખરાં કરતી-કરતી લાવણ્યા સેલ્ફીઓ ખેંચી રહી હતી. લાવણ્યાને જોતાંજ સિદ્ધાર્થનું મગજ તપી ઉઠ્યું. પોતાનો ગુસ્સો ઠંડો કરવાં સિદ્ધાર્થે આમતેમ જોયું. કેટલીક ક્ષણો આમ-તેમ જોઈ સિદ્ધાર્થ છેવટે પાર્કિંગ તરફ જવાં લાગ્યો. પતરાનાં પાર્કિંગ શેડ પાસે પહોંચવા આવેલાં સિદ્ધાર્થ ઉપર લાવણ્યાની નજર પડતાં જ તેણીની આંખો ચમકી. બાઈક ઉપર બેઠાં-બેઠાં પોતાની સામે ઘૂરી રહેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થ સહેજ ખચકાયો અને સહેજ ધીમો થયો. આમ છતાં, લાવણ્યા મલકાતી-મલકાતી સિદ્ધાર્થ સામે જોઈ રહી. “Excuse me.....!?” છેવટે બાઈક પાસે આવીને પાસે આવતાં જ સિદ્ધાર્થે લાવણ્યાને કહ્યું “ આ મારી બાઈક