બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 11

  • 2.3k
  • 956

આગળના ભાગ મા આપડે જોયું કે સ્કૂલમાં નવા પ્રેવેશ લીધેલા સોહમનો આર્ય સાથે પ્રથમ મુલાકાતમાં જ ઝગડો થઈ જાય છે. હવે આગળ..આર્ય રમતના મેદાનમાં બનેલી ઘટના વિશે વિચારી રહ્યો હતો, ત્યાંજ સામેથી ક્લાસમાં દાખલ થતાં છોકરા ને જોઈ આર્ય સડક થઇ બોલી ઉઠે છે, માર્યા ઠાર આતો પેલો સવારવાળો જ છોકરો.સોહમની નજર પણ પહેલી બેન્ચ પર બેસેલા આર્ય પર પડે છે, અને ગુસ્સાથી આર્ય તરફ જોઈ રહે છે.ત્યાંજ વર્ગ શિક્ષક રમેશ ભાઈ ક્લાસમાં પ્રવેશતા સોહમ તરફ જોઈ બધા બાળકો ને કહે છે, બાળકો આ સોહમ છે જે આજથી આપડા ક્લાસમાં તમારી સાથે ભણશે. તે આપડા શહેર માં કમિશનરશ્રી નો દીકરો