મહોરું - 10

(49)
  • 4.9k
  • 4
  • 2.8k

( પ્રકરણ : ૧૦ ) ‘તેની પાસેથી તેનું કલગી નામ-તેની જિંદગી છીનવી લઈને તેની જગ્યાએ અનામિકા નામની યુવતીને ગોઠવી દેનાર આખરે કોણ છે ?!’ એ જાણવા માટે કલગીએ અનામિકાને જુમીરાહ પાર્કમાં બોલાવી હતી. તે બાંકડા પર બેઠેલી અનામિકા પાસે પહોંચી હતી, તો અનામિકાના પેટમાં ચપ્પુ ખૂંપેલું હતું. ‘આ...આ...’ કલગી કંપતા અવાજે બોલી : ‘...આ શું થઈ ગયું, અનામિકા...? !’ ‘મારા..,’ અનામિકા પીડાથી દબાયેલા અવાજમાં બોલી : ‘... પે..ટમાંથી ચપ્પુ બહાર..’ ‘હા !’ કલગીએ કંપતા હાથે ચપ્પુનો લોહીભીનો હાથો પકડયો અને ચપ્પુ ખેંચી કાઢયું. પીડાના એક ઉંહકારા સાથે અનામિકાએ માથું કલગીના ખભા પર ઢાળ્યું. ‘અનામિકા ! કોણે તને આમ ચપ્પુ માર્યું