મહોરું - 7

(45)
  • 5.3k
  • 4
  • 3k

( પ્રકરણ : ૭ ) કલગી પરાયા દેશના અજાણ્યા શહેર દુબઈની સડકો પરથી પોલીસ પોતાનો જીવ બચાવવા માટે રઝળી રહી હતી, ત્યાં જ તેને થોડે દૂરથી પોલીસ કાર ધસી આવતી દેખાઈ હતી. કલગીનો જીવ ગળે આવી ગયો. ડાબી બાજુ રસ્તો જતો હતો, તે તુરત જ એ રસ્તા પર વળી ગઈ ને નીચી નજરે ચાલવા માંડી. થોડાંક પગલાં ચાલીને તેણે પાછું વળીને જોયું તો એ પોલીસ કાર આ ગલીમાં વળી નહિ ને સીધા રસ્તે દોડી ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ. કલગીએ રાહતનો શ્વાસ લીધો. નસીબજોગે તે પોલીસની નજરે ચઢી નહોતી. કલગીએ હવે ગલી તરફ ધ્યાન આપ્યું. ગલી સૂમસામ હતી. તે