મહોરું - 3

(42)
  • 4.2k
  • 3
  • 2.9k

(પ્રકરણ : ૩) કલગી તોરલ નહિ, પણ કલગી હોવાની હકીકતનું, હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતા ઈન્ડિયન એમ્બસીના ઑફિસર સિવાય બીજું કોઈ સાક્ષી નથી, એવી કલગીની વાત સાંભળીને લેડી ડૉકટર બુશરા બોલી ગઈ કે, ‘.....તો પછી તને બે વ્યક્તિઓની ખૂની તરીકે સજા પામતી કોણ બચાવી શકશે ?!’ એટલે કલગી ખળભળી ઊઠી હતી. ‘....એટલે...એટલે.’ પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે કલગીએ ડૉકટર બુશરાને પૂછયું, ‘તમે....તમે કહેવા શું માગો છો ?’ ‘કંઈ નહિ !’ ડૉકટર બુશરાએ ગોળ સોનેરી ફ્રેમના ચશ્મામાંથી કલગી તરફ તાકી રહેતાં કહ્યું, ‘તો હવે તું મને એ કહે, તું પતંગિયાના છુંદણાવાળા ઑફિસરને તારા ટેમ્પરરી પાસપોર્ટનું કામ સોંપીને ત્યાંથી નીકળી એ પછી શું