મહોરું - 2

(44)
  • 5.6k
  • 4
  • 3.6k

( પ્રકરણ : ર ) કોઈપણ જાતના વાંક-ગુના વિના દુબઈની જેલની એક કોટડીમાં પહોંચી ગયેલી ભારતની નિર્દોષ યુવતી કલગીની હાલત કફોડી હતી. તે મનોમન ગભરાયેલી હતી, પણ બહારથી તેણે હિંમત જાળવી રાખી હતી અને હજુ સુધી રડી નહોતી. તેના ડેડી હંમેશાં કહેતા હતા કે, ‘ડરપોક અને નિષ્ફળ લોકો રડે છે, બહાદુર અને સફળ લોકો કદી આંસુ સારતા નથી,’ અને એટલે હજુ સુધી તેણે આંખના બાંધ જાળવી રાખ્યા હતા. તેના કાને પગલાંનો અવાજ પડયો ને તે વિચારોમાંથી બહાર આવી. તેણે જોયું તો તેને હૉસ્પિટલમાંથી ખેંચીને અહીં પટકી જનાર પેલી જ બે મહિલા પોલીસ આવી પહોંચી હતી. એમની સાથે પેલી હૉસ્પિટલની લેડી