સુધા એ કોઇ દિવસ ૪૦૦૦ રૂપિયાના સેન્ડલ ન’તા પેહર્યા. અને એ પણ આટલી મોટી હિલ વાળા. સેન્ડલ નહીં સ્ટીલેટોસ કહેવાય, એવું સ્મિતા એ કહ્યું હતું. તેને એક સામાન્ય સાડી પહેરી હતી. ચાંદી રંગની સાડી પર ‘ટેમ્પલ ક્લોથિંગ’ પેટર્ન હતી. એક પાતળું ડાઇમંડ બ્રેસ્લેટ, મેચિંગ નેકલેસ, પેટ સુધી આવતી લાંબી ડાઇમંડની બુટ્ટી, અને વાળ ખુલ્લા. ઓછામાં ઓછા ૫, ૦૬, ૦૦૦ ના કપડાં પેહર્યા હશે. અને તેની બહેન, ગીતાંજલિ, તો જાણે તેના લગ્ન હોય તેવા કપડાં પહેરીને આવી હતી. લાલ વેલ્વેટ ગાઉન, એની પર સિલ્વર જ્વેલરી. અને વાળ એકદમ સ્ટ્રેટ. સુધા ખોટી હતી. અહીં તો બધા પોતાના લગ્નના કપડાં પહેરીના આવ્યા હતા.