"અરીઝા, અયાન કેમ નાસ્તો કર્યા વિના ઑફિસ ચાલ્યો ગયો? ખુદાહાંફીઝ પણ ન કર્યું."જ્યારે અમીનાએ એની દીકરીને પૂછ્યું, ત્યારે અરીઝા પોતે પણ કામે જવા તૈયાર થઈ રહી હતી. "તમે ટેનશન ન લો, અયાન ઑફિસમાં ખાઈ લેશે."અમીના કાંઈ આગળ પૂછે, તે પહેલાં અરીઝા સેંડલ પહેરતા પહેરતા બોલી,"જમવાનું ટેબલ ઉપર રાખ્યું છે, તમે તમારું ધ્યાન રાખજો. સાંજે કામેથી આવ્યા પછી, હું તમને શોપિંગ કરવા લઈ જઈશ."અમીના થોડા દિવસ માટે દીકરી જમાઈના ઘરે રહેવા આવી હતી. અઠવાડિયા સુધી નિરીક્ષણ કર્યા પછી, એણે તારણ કાઢ્યું, કે અરીઝા અને અયાન વચ્ચે કોઈ બાબતે તણાવ ચાલી રહ્યું છે. આપસમાં મૌન તો હતું જ, પરંતુ એકબીજાનું ધ્યાન પણ નહોતા