મોગલોનો આંતરિક હિંસાકલહ - પુસ્તક પરિચય

  • 6.4k
  • 2
  • 2.2k

પુસ્તકનું નામ:- મોગલોનો આંતરિક હિંસાકલહ લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદજી કિંમત:- રૂપિયા 230 પ્રથમ આવૃત્તિ:- ઈ. સ. 2020 પ્રકાશક:- ગુર્જર પ્રકાશન, અમદાવાદ મુદ્રક:- ભગવતી ઑફસેટ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી હાલનાં સમયમાં સૌથી ક્રાંતિકારી સંત ગણાય છે. તેમનાં ભાષણો અને પુસ્તકો એકદમ ધારદાર શૈલીમાં હોય છે. આણંદ જિલ્લાના પેટલાદ શહેર નજીક દંતાલી ગામ ખાતે તેમનો 'ભક્તિનિકેતન આશ્રમ' આવેલો છે. પ્રવાસ તેમજ જીવનચરિત્રને લગતાં ઘણાં પુસ્તકો એમણે લખ્યાં છે. આજે હું જે પુસ્તક વિશે તમને જણાવી રહી છું એ એમનું ગયા વર્ષે જ લખાયેલું પુસ્તક છે. દેશમાં મોગલો રાજ કરતાં હતાં. આખુંય ભારત એમનાં કબ્જામાં હતું, છતાંય આંતરિક વિગ્રહને કારણે તેઓ અંદરોઅંદર લડી મર્યા