‘મૌર્વિ.’ મૈથિલીશરણ તેને જોઈને હસી પડ્યો, પેલો ‘આહ! પેટ દુખે છે!’ એ વાડૂ સ્મિત નહીં, પણ ‘અચ્છા! આપણે તો ફરી મળ્યા!’ એ વાળું સ્મિત. મૈથિલીશરણ હતો તેથી પાતળો થઈ ગયો હતો, પણ તે હતો એવોને એવોજ રહ્યો હતો. ચાલવાની, બોલવાની, હસવાની, બેસવાની બધી રીતો સરખી જ હતી. બીજો કોઈ ફરક ન હતો. ‘મૈથિલીશરણ..’ મૌર્વિ ને કશુંજ ખબર નહતી. એને ફક્ત એટલી જાણ હતી કે અકશેયાસ્ત્રાના ઘરે એડલવુલફાએ ઘણા બાઉંસર જેવા લોકો મંગાવ્યા હતા. અને અત્યારે મૈથિલીશરણ તેની સામે બેસ્યો હતો. એજ સ્થિતિમાં જે સ્થિતિમાં પહેલા વિશ્વાનલ બેસ્યો હતો. દેજા વૂ. ‘મૈથિલીશરણ નહીં, ત્યૂશાન.’ એડલવુલ્ફા બોલી. સ્મિત સાથે. પણ આ સ્મિત