બધાને હવે રાત ક્યારે પડે એની ઇન્તેજારી હતી, સમય જાણે આજે કેમ આટલો ધીરે વહી રહ્યો છે એમ આર્ય અને એની ટોળકી ને લાગી રહ્યું. બધાએ બે - ત્રણ વખત એક બીજાને ટેલિફોન કરી બધી તૈયારી કરી લીધી છેને એમ ખાતરી કરી લીધી, બસ હવે ક્યારે રાતના ૧૧:૩૦ થાય એની જ રાહ જોવાઇ રહી હતી. રાત્રીના ૧૨ વાગી ગયા હતા અને ઉનાળાની ગરમીને કારણે બધા લોકો સૂઈ ગયા હતા, ચારો તરફ અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા, દૂર દૂરથી આવતા કૂતરાઓ નાં રડવાના અવાજથી વાતાવરણમાં એક ભય છવાઈ ગયો હતો. આજે રોજ કરતા એક અલગ જ