પદમાર્જુન - (ભાગ -૭)

  • 3.2k
  • 1
  • 1.6k

શ્લોક પણ પોતાની કુટિરમાં આડો પડ્યો.પરંતુ આજે નીંદરનાં બદલે પદ્મિનીએ તેની આંખોમાં સ્થાન લઇ લીધું હતું.… બીજે દિવસે સવારે ઉઠીને શ્લોકની આંખો પદ્મિનીને શોધવા લાગી.આખરે તેની શોધ બગીચામાં પુરી થઇ. પદ્મિની બગીચામાં ફુલો ચુંટી રહી હતી. શ્લોકે આજુ-બાજુ જોયું. શારદાદેવી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા અને બહાર પદ્મિની સિવાય બીજું કોઈ દેખાતું નહોતું.તે પદ્મિની પાસે જઇને ઉભો રહ્યો. પદ્મિનીએ તેની ભુજાઓ સામે જોઇને પૂછ્યું,“કેમ છે તમારી ભુજાઓમાં?”“હવે સારું છે.”શ્લોકે કહ્યું.પદ્મિની ફરીથી ફૂલ ચૂંટવા લાગી.શ્લોક વિચારી રહ્યો હતો કે પોતાના મનમાં ચાલી રહેલા વિચારો પદ્મિની સમક્ષ કેવી રીતે રજૂ કરવા. અંતે તેને શરૂઆત કરી.“પદ્મિની,મારે તારી સાથે વાત કરવી છે.”“હા, કહોને.”શ્લોકે હિંમત એકઠી કરી