સુમસામ રસ્તો. કડકડતી ઠંડી અને શિયાળાની રાતના બે વાગ્યાનો સમય. હું કારમાં અમદાવાદથી રાજકોટ જઈ રહ્યો હતો. કોઈ સગાને ત્યાં સવારે 8 વાગે પ્રસંગ હતો. મારી વાઈફ અને બાબો તો ટ્રાવેલની બસમાં સાંજે જ રવાના થઈ ગયાં હતાં. મને ઓફિસની એક કૃશીઅલ મિટિંગ છેલ્લી ઘડીએ આવી પડેલી એમાંથી ફ્રી થતાં જ સાડાબાર વાગેલા. એની હાઉ, હું નીકળી પડેલો. એકલો. શરૂમાં કોઈ કોઈ વાર વચ્ચે વચ્ચે બાજુમાંથી માર માર કરતી ટ્રાવેલની બસ નીકળી જાય ને ક્યારેક તો એની હવાનો ધક્કો પણ લાગે. પણ હવે એ બસો પણ આસપાસ દેખાતી ન હતી. બાવળા અને ચાંગોદર ક્રોસ કર્યાં હશે. હશે કેમ? કેમ કે રસ્તો