સોન ભંડાર ગુફા

(13)
  • 3.8k
  • 4
  • 1.5k

લેખ:- સોન ભંડાર ગુફા વિશેની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારત દેશમાં અનેક રહસ્યમય સ્થળો છે, જે વિજ્ઞાન માટે પણ આજે કોયડો સમાન છે. આ કોયડામાં સોન ભંડારનો કોયડો પણ છે, જે બિહારના નાલંદા જિલ્લાનાં રાજગીરમાં સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થળ પર સોનાનો ભંડાર છે, અને આથી જ આ જગ્યા 'સોન ભંડાર' તરીકે ઓળખાય છે. આ ભંડાર હર્યક વંશના સંસ્થાપક બિંબિસારની પત્નીએ છૂપાવ્યો હતો. આજ સુધી કોઈ પણ વ્યક્તિ આ ખજાના સુધી પહોંચી શકી નથી. ઈતિહાસકારોનાં કહેવા પ્રમાણે હર્યક વંશનાં સંસ્થાપક બિંબિસારને સોના-ચાંદીપ્રત્યે ખૂબ લગાવ હતો. આ માટે તેઓ સોનું અને સોનાનાં ઘરેણાં એકઠાં કરતા