નાગવિદ્યા કામરુદેશ

  • 7.6k
  • 2.8k

કામરુ (આસામ) દેશની નાગવિદ્યાનો રસપ્રદ ઇતિહાસમોરલીના મઘુરા સ્વરે ફણિધર નાગને નચાવનાર ગારુડી (મદારી) મૂળે તો ભેરિયા ગારુડીના ચેલાના વંશજો ગણાય છે, પણ હકીકતે આ ભેરિયો ગારુડી જન્મે કંઈ મદારી નહોતો. એ તો હતો જેસલમેરના ભટ્ટી કૂળનો રાજકુમાર.ઇતિહાસના પાનાં બોલે છે કે ભટ્ટી વંશના દેપાળ વંશજોમાં મુરુ નામનો એક મહાદાનેશ્વરી રાજા થઈ ગયો. એની રાણીને શેર માટીની ખોટ હતી. દોમદોમ સાહ્યબી એના રાજમહેલમાં મુકામ માંડીને બેઠી હોવા છતાં રાજા વાંઝિયો કહેવાતો. એને પેટ સંતાન ન હોવાથી સવારના પહોરમાં કોઈ એના શુકન લેતું નહી. અરે એના આંગણામાં ચકલાં ચણ લેવાય આવતાં નહીં.એક દિવસની વાત છે. મુરુ રાજા કચેરી ભરીને બેઠો છે. હકડેઠઠ