ચારેય તરફ ફેલાયેલો ગાઢ અંધકાર આંખ ઉઘાડતાની સાથે જ દૂર થયો. આંખો ખોલવા જેવી સામાન્ય ક્રિયા પણ પીડા આપી રહી હતી. જાણે પાંપણો પર પથ્થર પડ્યા હોય એવો ભાર જણાયો. આસપાસનું દ્રશ્ય હજી ધુધળું જ હતું. આંખો પટપટાવી ઝાંખપ દૂર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દ્રષ્ટિ ઝાંખી જ રહી. આંખો જીણી કરીને જોવાની મથામણ કરતા માલુમ પડયું કે આ તો કોઈક હોસ્પિટલનો રૂમ છે. જ્યાં હું પથારીવશ પડ્યો છું. કોણ લાવ્યું હશે મને અહીં?તાજી જ ઘટેલી એ દુર્ઘટના કે જેનો હું ભોગ બન્યો હતો...એ ફરી નજર સમક્ષ ફરવા લાગી. 26 જાન્યુઆરીની સવાર કંઈક ખાસ હતી. પપ્પા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા