સમી સાંજનું સ્વપ્ન.. - 1

(14)
  • 5.5k
  • 1
  • 2.9k

(ભાગ -૧ ) શબ્દો નાં બોલાયા જો..... સાંભળવા આતુર કર્ણ હતા.. નહિ સમજાય ભાષા તને... જો તું મૌનમાં રહે તો... અરે, તું કંઈ બોલીશ કે હું જવું ? વ્યોમેશે ખુબજ આત્મીયતાથી ગરિમાને સવાલ કર્યો ? ગરિમાની દુઃખતી રગ એ હતી કે વ્યોમેશ જાય એની જોડેથી તો એને ગમતું નહિ. આખા દિવસમાં એક કલાક એવો મળતો કે વ્યોમેશ સાથે એકલી વિતાવી શકતી. બાકી આજુબાજુ તો મેળો જામેલો જ હોય. વ્હાવી દે તું શબ્દોનાં પ્રવાહમાં હું તણાવા તૈયાર છું. તું જ મારી આખરી મંજિલ છે, હું પૂર્ણવિરામ જ માંગુ છું. કંઈક કેટલું દિલમાં ધરબાયેલું ઉલેચવું હતું, પણ શબ્દો સાથ નહોતા આપતા ગરિમાને.