મહર્ષિ વાલ્મિકી

  • 5.5k
  • 2
  • 2.3k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ:- 24 મહર્ષિ વાલ્મિકી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મહાન ભારતીય મહાકાવ્ય રામાયણના લેખક, મહર્ષિ વાલ્મિકી, એક હિંદુ ઋષિ હતા, જે પ્રથમ સહસ્ત્રાબ્દીની શરૂઆતની આસપાસ જીવતા હતા. તેમને 'હિંદુ' શ્લોકના મૂળ નિર્માતા 'આદિકવિ' તરીકે ઓળખવામાં આવે છે. એમને કારણે જ શ્લોક સ્વરૂપ રામાયણ, મહાભારત , પુરાણો અને અન્ય કૃતિઓ જેવા મહાન મહાકાવ્યો બનેલા છે. આદ્યકવિ, રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા. પ્રાચેતસ નામ એટલાં માટે કે તેમના પિતાનું નામ પ્રચેતા હતું. તેમનું સાચું નામ રત્નાકર હતું. એક વખત તેમના માતાપિતા તપ કરવા જંગલમાં ગયા હતા તેમણે તેમને જંગલમાં જ મૂકી દીધા. પછીથી કોઈ ભીલ દંપતિએ તેમને જોયા અને પોતાની સાથે