વિહાન બન્યો શાંતા ક્લોઝ

  • 5k
  • 1.8k

આજે પાંચ વર્ષનો નાનો વિહાન તેની મમ્મી સાથે સાંજના સમયે બજારમાં નીકળ્યો હતો. ત્રણ દિવસનું મીની વેકેશન મળવાથી સૌ ખુશ હતાં. ઘણાં બધાં સમય પછી આવી રજાઓ મળેલ હોઈ વિહાન અને સૌ લાંબુ લચક લિસ્ટ લઈને ખરીદી કરવા નીકળ્યાં હતાં , લિસ્ટમાં સૌથી વધુ વસ્તુઓ તો વિહાન માટેની હતી !!! વિહાને જોયું કે, આજે મોટાભાગના સ્ટોરમાં લાલ કલરના કપડાં પહેરીને એક અંકલ બધાંને ચોકલેટ આપે છે. ફુગ્ગા આપે છે અને ડાન્સ કરીને ખુશ કરે છે. વિહાન તેની સમજણમાં આવ્યાં પછી આ પ્રથમવાર આ બધુ જોઈને ખૂબ જ ઉત્સાહિત હતો. ઘણો સમય બધું જ જોવામાં વ