એક પૂનમની રાત - પ્રકરણ-71

(140)
  • 10.5k
  • 4
  • 5.2k

એક પૂનમની રાતપ્રકરણ-71વ્યોમાને મૂકીને દેવાંશે અનિકેત પાસે જવા નીકળી જવું પડ્યું અને વ્યોમા એનાં પાપા મમ્મીનાં રૂમમાં આવી એ આવી ત્યારથી ગભરાયેલી હતી પણ દેવાંશ સાથે બેઠો હતો એટલે વિનોદભાઇએ મીરાંબેનને રૂમમાં બોલાવી લીધાં હતાં. વ્યોમા રૂમમાં આવી એટલે મીરાંબહેને એને વહાલથી પૂછ્યું વ્યોમા દીકરા શું થયું છે ? દેવાંશ સાથે કંઈ થયું? ઓફિસમાં કે કંઇક શું બન્યું છે ? તું ખુબ ઉદાસ ગભરાયેલી છે જે થયું સાચું કહે દીકરા વ્યોમા એની મમ્મી મીરાંબહેનને વળગીને ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડી બોલી મમ્મી દેવાંશ સાથે કંઈ નથી થયું એતો મારી ખુબ કાળજી લે છે પણ મમ્મી ----એ શબ્દો ગળી ગઈ અને બોલી મમ્મી