પનોતી...

  • 4k
  • 1.4k

પનોતી..... વાર્તા... દિનેશ પરમાર 'નજર ' ****************************************ઈચ્છાઓ ફરી ફરી આવશો નહીં સપનાઓ નાહકના લાવશો નહીં પહેલેથી ઢાંકી છે હસ્ત-રેખાની તિરાડ મારી મુઠ્ઠી છે લાખની ખોલાવશો નહીં -દિનેશ પરમાર' નજર '****************************************જેવી પની ડોસી ગામના ચોરામાં દાખલ થઈ, દલીચંદ શેઠના ઘરની સામેની તરફ આવેલા ઓટલાને ખૂણે, અનાજ વીણવાને બહાને ભેગી થઈ ગામ પંચાત કરતી આજુબાજુના ઘરની વહુઆરુઓમાંથી દલીચંદના છોકરાની વહુ ધીરે રહીને બોલી, "પનોતી ની પધરામણી થઈ રહી છે..."બીજી બધીઓએ અનાજ વિણતા વિણતા , ઉઘાડા પગે લંઘાતી ચાલી આવતી પની ડોસી ને જોઈ નીચી મુંડી કરી ખિખિયાટા કરવા લાગી.દલીચંદ શેઠના ઘરની બહાર સામેની તરફની ખુલ્લી જગ્યાને અગાઉ