બાળપણ....

  • 9.9k
  • 3.6k

આ એક બાળક ની નહિ પણ અત્યારના યુગમાં ઘણા બાળકોના બાળપણને તમારી આંખો સમક્ષ લાવતી વાર્તા છે.આશા છે તમને અમાં રહેલા વિચારો ગમશે.ભૂલચૂક માફ કરશો ... બંટી......બંટી.....ઊભો રહે. સ્વેટર પહેર્યા વગર બહાર નથી જવાનું,બહાર કેટલી ઠંડી છે તું માંદો પડી જઈશ,પછી દવખાને ડૉકટરકાકા પાસે જવું પડશે અને ઈન્જેશન પણ લેવું પડશે. બંટી ઊભો તો રહ્યો પણ પોતાની નારાજગી જાહેર કરતા કહ્યું,મમ્મી એક થર્મલ,ઉપર એક ટીશર્ટ,ઉપર એક શર્ટ અને હવે સ્વેટર પહેરીશ તો બફાઈ જઈશ અને અત્યારે તો બપોર છે એટલે બવ ઠંડી ના લાગે.તું બેસ છાનોમાનો સ્વેટર