છૂંદણું.....

  • 3.8k
  • 1.4k

છૂદણું........ વાર્તા... દિનેશ પરમાર 'નજર ' **************************************માછલી સાથે જ દરિયો નીકળ્યો લ્યો રૂણાનુંબંધ પાછો નીકળ્યો - ધૂની માંડલિયા **************************************અમદાવાદથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે પર આવેલા ' જીવન આનંદ' વૃદ્ધાશ્રમમાં આજે પંદરમી ઓગસ્ટના રોજ ધ્વજ વંદનનો કાર્યક્રમ હોઈ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો.આજે ખાસ બાબત એ હતી કે, અગત્યના કામથી, અમેરિકાથી ભારત આવેલા એન. આર. આઈ. લલિતકુમાર શેઠના વરદ હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.લલિતકુમાર પોતે મુળ અમદાવાદના, પણ વર્ષોથી અમેરિકા જઈ વસી ગયા હતા. ત્યાં પોતાની માલિકીની મોટેલ્સ હતી. તેઓને ત્યાં જરુરીયાત કરતા વધુ આવક થતી હોઈ, તેઓ વરસે દહાડે ગુજરાતની જરુરીયાતમંદ, કલ્યાણકારી સંસ્થાઓમાં સારુ એવુ દાન કરતા હતા.આ વખતે '