ગામધણી

(20)
  • 3k
  • 1
  • 1.1k

ગામધણી વર્ષો પહેલાની વાત છે. મહેસાણા નજીક આવેલું ઉનાવા ગામ એ વખતે ઘણું સમૃદ્ધ અને શક્તિશાળી ગામ ગણાતું હતું. ઉનાવા ગામમાં શેઠ શુભચંદની શરાફી પેઢી ચાલતી હતી. ઉનાવાની ફરતે વીસ ગામમાં શરાફી રૂપિયા આપવાનું કામ શુભચંદ શેઠ કરતા હતાં. શુભચંદ શેઠનો નિયમ હતો કે ગમે તેટલા નજીકના સંબંધ હોય છતાં જ્યાં સુધી જમીન, મકાન અથવા દાગીના ગીરવે ન મુકે ત્યાં સુધી શરાફી રૂપિયા તેઓ આપતા ન હતાં. એમની આ જ પદ્ધતિના કારણે બાપ-દાદાના સમયથી ચાલી આવતી આ શરાફી પેઢીની જાહોજલાલી અને સમૃદ્ધિ શુભચંદ શેઠના સમયમાં ખૂબ વધી હતી. આજુબાજુના વીસ ગામોના મોટા મોટા