‘પછી?’ મૌર્વિ આતુરતાથી પૂછે છે. ‘પછી શું? પ્રલય. હું નીચે કૂદી ગયો. પછી મને નથી ખબર. યુટીત્સ્યાની સજા કરતાં તો મૃત્યુ સારી.’ ‘બસ. પછી કઈક તો થયું હશે ને? કેવી રીતે બચ્યો તું? કોને બચાવ્યો? શું કામ બચાવ્યા?’ ‘ઊઠયો ત્યારે ખબર પડી પગ તૂટી ગયા હતા, પેલો આપણી સાથે જોડાયો હતો તે.. સમર્થ, એ પણ કુદી ગયો હતો. અમે બંને બસથી મારા એક જાણીતા ડોક્ટરના ઘરે પોહંચ્યા, ત્યાં રહ્યા, અને પગ સજા થયા એટલે જતાં રહ્યા.’ ‘જતાં રહ્યા એટલે? તને નથી ખબર સમર્થ કયાં છે?’ ‘ના. ખોટ્ટા નામ જે દિવસે લીધા, એ રાત્રે છેલ્લે એને જોયો હતો, એ સવારે તો