વટલાયેલો સંબંધ

  • 3.5k
  • 1
  • 1.2k

આ વાર્તા સંપુર્ણપણે કાલ્પનિક છે. કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી અને જો એમ જણાય તો એ એક યોગાનુયોગ છે એમ જાણવું. ભગવા પાર્ટીના કાર્યકરોથી ભરેલો આખો ટાઉનહોલ કબીરનું તેજાબી ભાષણ સાંભળીને તાળીઓથી ગુંજી ઉઠ્યો. કબીર નામ જેવા એનામાં એકેય ગુણ નહોતા એ કટ્ટર હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતો હતો.કબીર ભગવા પાર્ટીની યુવા પાંખનો યુનિવર્સિટીની સેનેટનો AISA (All India Student Association ) નો યુવા લીડર હતો અને રાજકીય પાર્ટીઓમાં લઘુમતી વિરુદ્ધમાં આજકાલ પોતાના જલદ ભાષણોથી ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો.