સાહિત્યમાં બહુ જૂજ પુસ્તકો એવાં છે, જેના પર અંત વગરની ચર્ચાઓ થઇ શકે અને દર વખતે એક નવા આયામથી તમે એ પુસ્તકને સમજી શકો. ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનાં મોટા ભાગના સર્જનો આ હરોળમાં મૂકી શકાય. મેઘાણીનાં સર્જનોમાં પાત્રાલેખનથી માંડીને કથાશૈલી, સંદર્ભોની છણાવટ, શબ્દ-વૈભવ, વગેરે બાબતો દ્વારા એમની ઉત્તમ સર્જનશક્તિ, એમનાં સર્જનો પાછળનો એમનો હેતુ, એમની કાર્યબધ્ધતા અને એક લેખક તરીકે ઉત્તમ કલાપ્રદર્શનની એમની આવડત અનાયાસે જ સમજી શકાય છે. વર્ષો પહેલા ‘શોશેન્ક રેડીમ્પશન’ ફિલ્મ જોવાનું બનેલું અને પછી મહામહેનતે વ્યવસ્થા કરી સ્ટીફન કિંગની ‘રીટા હેવર્થ એન્ડ શોશેન્ક રેડીમ્પશન’ વાંચવાનું પણ શરુ કરેલું, આ ‘શોશેન્ક રેડીમ્પશન’ જોતી વખતે એક ખટકો લાગેલો