આગે ભી જાને ના તુ - 53

  • 2.8k
  • 1
  • 1.1k

પ્રકરણ - ૫૩/ત્રેપન ગતાંકમાં વાંચ્યું..... મંદિરમાં થયેલા ચમત્કારિક, અલૌકિક અને અવિશ્વસનીય ઘટનાના સાક્ષી બની રતન અને રાજીવ ઉંબરામાંથી કમરપટ્ટાની પેટી બહાર કાઢવામાં સફળ થાય છે. બંને યુવાનો અંતિમ આતુરતાના ઓરતા લઈ એ પેટી તરાનાને સોંપે છે. તરાના, રતન અને અનંતરાય પાસેથી પેટીની ચાવીના અડધા હિસ્સા મેળવે છે..... હવે આગળ.... ચાવી પેટીમાં પરોવીને ફેરવી અને ખટ... અવાજ સાથે પેટીનું લોક ખુલી ગયું. પોતાની સ્નેહભીની હથેળી વડે ધીરેથી પેટી ખોલી એ સાથે જ દરેકની દ્રષ્ટિ કમરપટ્ટા પર પડી. તરાનાએ જતનપૂર્વક કમરપટ્ટો બહાર કાઢ્યો અને પોતાની કમરે વીંટળાવી દીધો એ સાથે જ એનું કમર નીચેનો અર્ધ દ્રશ્યમાન ધૂંધળો દેહ આઝમગઢની સ્વરૂપમાન યુવતી તરાનાના