કીડિયારું

  • 6.7k
  • 1.9k

“કીડીયારું” ગામ નું પાદર સાંજે ચારો ચરી ને પાછી ફરી રહેલી ગાયો ની “ગોધૂલી” અને આથમતા સુરજ ના કેસરિયા રંગ ના મિશ્રણ થી એક “નવોઢા” ના ચહેરા પર પડતા શરમ નાં શેરડા ની જેમ દીસી રહ્યું હતું.પાદર ના શીવાલાય માંથી સંભળાતો “ઘંટારવ” અને “શંખનાદ” જાણે હરખઘેલા જાનૈયા ઓ ની હાજરી પુરાવતો હતો. ગામ ના ઝાંપા માં થી લાકડીના ટેકે ડગુમગુ કરતા એક ઘરડા ડોશી હાથ માં નાનકડી થેલી લઇ ને પાદર તરફ આવી રહ્યા હતા,તેમના ચહેરા પર ની કરચલીઓ ની ઊંડાઈ ઓ માં “સંવેદના” અને “લાગણીઓ” ના ઝરણાં જાણે સમય ના વહેણો ની સાથે સુકાઈ ગયા હતા.માજી મંદિર ની પાછલી