પ્રત્યંચા - 15 - છેલ્લો ભાગ

(15)
  • 3.1k
  • 1
  • 1.3k

પ્રહર તરત ઉભો થયો, એ બહારની તરફ દોડ્યો. પ્રહર, ક્યાં જાય છે ? ઉભો રહે, ક્યાં જાય છે ? પાખી, કશુ જ સમજાતું નથી. પ્રત્યંચા.... મારે પ્રત્યંચાને મળવું છે. પ્લીઝ પાખી મને લઈ જા જલ્દી. જો ત્રણ તો વાગી ગયા છે. પાંચ વાગ્યા પછી મળવા નહી દે. પ્લીઝ પાખી મને પ્રત્યંચાને મળવા લઈ જા... પ્લીઝ પાખી. પ્રહર આજીજી કરવા લાગ્યો. એને પોતાને સમજમા નહોતું આવતું કે હવે શુ કરવું ! એક ડાયરીની આશા હતી, જે હવે પુરી થઈ ગઈ. પ્રહર, શાંત થા. હું લઈ જાઉં છુ. તું કારમા બેસ પહેલા .