એક પૂનમની રાત - પ્રકરણ -62

(119)
  • 7.2k
  • 3
  • 4.9k

એક પૂનમની રાત પ્રકરણ -62દેવાંશ અનિકેત અંકિત અને વ્યોમા બધા અંકિતાનાં પાપાની ઓફિસના બિલ્ડીંગ પાસે પહોંચી ગયા...અને અનિકેતે કહ્યું અંકિતા તારા પાપની ઓફિસ ક્યાં છે ? આ બિલ્ડીંગ તો ખુબ મોટું છે અને સરસ છે. અંકિતાએ કહ્યું અહીં આગળ ગાઉન્ડ ફ્લોર પરજ છે ચાલો હું લઇ જઉં. થોડે આગળ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ ઓફિસ હતી ત્યાં કાચનાં મોટા ડોર હતાં. ત્યાં એક સિકયુરિટી ગાર્ડ ઉભો હતો એણે અંકિતા એટલેકે રાધિકાને જોઈને વેલકમ મેમ કહીને દરવાજો ખોલ્યો અને ચારે જણા અંદર ગયાં.ઓફિસની રિસેપ્સ્નિસ્ટ ઉભી થઇ એણે પણ અંકિતાને વેલકમ કહ્યું અને બોલી તમે ચેમ્બરમાં જાવ તમારીજ રાહ જોવાય છે. અંકિતાએ