(ભાગ-9 માં આપણે જોયું કે રૂપલીના પર્સનાલીટી ડેવલપમેન્ટના કોર્સની માહિતી મેળવવા માટે હું મૃણાલીને મળી અને બધુ નક્કી કર્યુ. હવે મારે રૂપલીને લેવા જવાનું હતું.)મૃણાલી સાથે બધુ ડીટેઈલમાં વાતચીત નક્કી કરી હું ઘરે પરત ફરી. લગભગ સાંજના આઠ વાગવા આવેલા. રોનકને જણાવી દીધું હતુ અગાઉથી તેથી કોઈ ચિંતા હતી નહી. ઘરે આવીને જોયું રોનક આવી ગયા હતા, અને જમવા માટે મારી રાહ જોતા હતા. તે તેમની ઓફિસનું કોઈ કામ કરી રહ્યા હતા. હું ફ્રેશ થઈને ડીનર ટેબલ પર આવી, મહારાજે જમવાનું પીરસી દીધું હતું. જમતાં જમતાં મેં થોડી ઘણી મૃણાલી સાથે થયેલ વાતની ઝલક રોનકને આપી. જમીને રોનકને આજે ઓફીસનું