એક હરિયાળો પ્રવાસ - 2

  • 4.4k
  • 1.7k

આ નજારો માણીને જ્યારે વળતાં થાઓ ત્યારે ત્યાંના સ્થાનિક ડાંગી લોકો ડાંગની પ્રખ્યાત એવી બામ્બૂમાંથી બનાવેલી વિવિધ વસ્તુ વેચતા જોવા મળે નીત-નવા રમકડાં, તીર-કામઠાં અને સુશોભનની વસ્તુઓ પણ જોવા મળે. આ બધું નિહાળી ને અમે બપોરે ગીરા ધોધ થી સાપુતારા અમારી કેમ્પ્સાઇટ પર પહોંચ્યા. કેમ્પ્સાઇટ પર પોતાને મળેલા ટેન્ટ(તંબુ) માં પોતાનો સામાન ગોઠવીને નાહી-ધોઈને બધાએ પહેલું ભોજન લીધું. બધાનું જમવાનું પત્યું ત્યાં તો અમારા ઇન્સ્ટ્રક્ટર નું એલાન આવી ગયું કે ચાર વાગ્યે સન સેટ પોઈન્ટના ટ્રેક પર જવાનું છે એટલે થોડીકવાર આરામ કરીને સૂચના મુજબ બધા ટ્રેકિંગ માટે સજ્જ થઈને ચારનાં ટકોરે કહયા પ્રમાણે ગ્રુપમાં લાઇનમાં ગોઠવાઈ