નારી શક્તિ - પ્રકરણ-12 (વિશ્વવારા- આત્રેયી)

  • 4.7k
  • 1.8k

નારી શક્તિ પ્રકરણ-12( વિશ્વવારા- આત્રેયી )[ હેલ્લો વાચકમિત્રો, નમસ્કાર ,નારી શક્તિ પ્રકરણ 12 માં આપનું હાર્દિક સ્વાગત છે, ઋગ્વેદ કાલીન 'વિશ્વાવારા આત્રેયી' વિશે હું કથા રજૂ કરવા જઇ રહી છું, આ કથામાં પોતાના મહાન વિચારોથી ભારતીય સંસ્કૃતિને વિશ્વ વંદનીય બનાવે એવી વિશ્વવારા એ પોતાનું નામ સાર્થક કર્યું છે. સ્ત્રી ઋષિઓમાં એક જ એવી ઋષિ છે જેણે વંશ-મંડળમાં પોતાનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્ત્રી ઋષિઓ અને કવિયત્રીઓમાં તેણીએ પોતાનુ સ્થાન અમર બનાવ્યું છે. આ અગાઉ આપે ઘણો પ્રતિસાદ આપ્યો છે,એવા રિસ્પોન્સ ની અપેક્ષા સાથે હું અહીં પ્રસ્તુત થઈ છું. આપનો ખૂબ ખૂબ આભાર અને માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર