પદમાર્જુન - (ભાગ ૩)

  • 3.8k
  • 1
  • 2k

સાંદિપની આશ્રમસૂર્યાસ્ત થવાં આવ્યો હતો. અર્જુન, વિસ્મય, યુયૂત્સુ અને દુષ્યંત આશ્રમની ચારેતરફ જઈને આશ્રમની સુરક્ષાની ચકાસણી કરી રહ્યાં હતાં. લક્ષ અને નક્ષ વિરમગઢનાં સૌથી નાના રાજકુમાર વિસ્મયના સગાં ભાઈઓ હતાં છતાં પણ તેઓ કરતાં વિસ્મયને દુષ્યંત, યુયૂત્સુ અને અર્જુનનો સાથ વધારે ગમતો તેથી પહેલાં મહેલમાં અને અત્યારે આશ્રમમાં વિસ્મય પોતાનો મોટાં ભાગનો સમય તેઓની સાથે જ પસાર કરતો.સૌ પ્રથમ દુષ્યંત ચાલી રહ્યો હતો અને તેની પાછળ યુયૂત્સુ,વિસ્મય અને અર્જુન. યુયુત્સુએ વિસ્મય સામે જોયું અને તેને ઇશારાની ભાષામાં કંઇક કહ્યું. એ જોઇને વિસ્મયે ગંભીર થવાનો અભિનય કર્યો અને અર્જુનને પૂછ્યું,“ભ્રાતા અર્જુન,કાલે જ્યારે ગુરુજીએ તમને આર્યા પર તિર ચલાવવાનો આદેશ આપ્યો ત્યારે