ફ્રી ગાય - રિવ્યૂ

  • 3k
  • 980

ફિલ્મનું નામ : ફ્રી ગાય ભાષા : અંગ્રેજીસમય : ૧૧૫ મિનિટરીલીઝ : ૧૩ ઓગસ્ટ ૨૦૨૧ નિર્દેશક: શોન લેવી કલાકાર : રાયન રેનોલ્ડ્સ, જોડી કોમર, જોય કિરી, ઉત્કર્ષ આમ્બુડકર, તાઈકા વૈતીતી કોરોનાના ભયંકર ત્રાસ પછી એક એવી ફિલ્મ આવી જે જોવાની મજા પડી ગઈ. હજી કોરોના ગયો નથી, પણ હવે તેનો પ્રકોપ અને ભય ઓછો થઇ રહ્યો છે. આવા સમયમાં આ ફિલ્મે થિયેટરોમાં ધૂમ મચાવી છે. સામાન્યમાંથી અસામાન્ય થવાની વાર્તા આ પહેલાં પણ ઘણી ફિલ્મોમાં કહેવાઈ છે, પણ નિર્દેશક શોન લેવીની કથા કહેવામાં નાવીન્ય છે. ફિલ્મ જોતી વખતે તાજગી વર્તાય છે. આ ફિલ્મના નિર્દેશક શોન લેવી, રાયન રેનોલ્ડ્સ અને તાઈકા વૈતીતીને છોડો તો બાકી