અપશુકન - ભાગ - 26

(20)
  • 3.3k
  • 1
  • 1.3k

માહોલને હળવો કરવાની શરૂઆત શાલુએ જ કરી. “ઓટો? બાંદ્રા?” રિક્ષા ઊભી રહી. અંતરાએ પૂછ્યુ, “ માસી બાંદ્રા?” “અંતરા, તું અને પર્લ અહીં સુઘી આવ્યાં છો તો ચાલો બાંદ્રા એલ્કો માર્કેટ ફરી આવીએ. મારે ત્યાંથી થોડી શોપિંગ પણ કરવી છે.” “ના, ના માસી, અત્યારે બાંદ્રા જઇશું તો પાછા આવવામાં મોડું થઈ જશે. ઘરે બધા ફિકર કરશે.” “ઓહ, કમ ઓન અંતરા... કોઇ ફિકર નહિ કરે. માલિનીને હમણાં જ ફોન કરીને કહી દઉં છું કે આપણે બાંદ્રા જઈએ છીએ. અને વિનીતને કહી દઈએ કે વળતાં બાંદ્રા ઊતરી જાય. તમને બંનેને લઈને ઘરે જાય.” આટલું બોલતાંની સાથે જ શાલુમાસીએ માલિનીને ફોન કરીને કહી દીધું